વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
યુવા ક્રાંતિવીર શ્રી ખુદીરામ બોઝ બલિદાન દિવસ

યુવા ક્રાંતિવીર શ્રી ખુદીરામ બોઝ બલિદાન દિવસ

August 11, 2026

યુવા ક્રાંતિકારી શ્રી ખુદીરામ બોઝ

બલિદાન દિવસ : ૧૧ ઓગસ્ટ, ૧૯૦૮

વર્ષ ૧૯૦૫માં બંગાળ વિભાજનના વિરોધમાં શરૂ થયેલા સ્વદેશી આંદોલનમાં ખુદીરામ બોઝે સક્રિય ભાગ લીધો હતો.

ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલી ‘સોનાર બાંગ્લા’ નામની જ્વલંત પત્રિકાની પ્રતોનું વિતરણ કરીને તેમણે લોકોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વાતંત્ર્યની જ્યોત પ્રગટાવી.

અંગ્રેજ ન્યાયાધીશ કિંગ્સફોર્ડને નિશાન બનાવી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બોમ્બ હુમલાની યોજના બનાવી. જોકે હુમલામાં કિંગ્સફોર્ડ બચી ગયો.

આ ઘટનાને પગલે ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી અને તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી.

માત્ર ૧૮ વર્ષની કિશોર વયે, હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા લઈને તેઓ હસતાં મુખે ફાંસીના માંચડે ચડી ગયા.

તેમના અદમ્ય સાહસ અને સર્વોચ્ચ બલિદાને સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી.

મા ભારતીના અમર વીર સપૂત

ખુદીરામ બોઝને બલિદાન દિવસે શત્ શત્ નમન!

Back to Important Days