આપણે એકતામાં સંયોજિત છીએ.
વિવિધતા એ નૈસર્ગિક છે અને એકતા સત્ય છે.
ભિન્ન શરીરો હોવા છતાં, આપણે એકબીજાના છીએ.
૨૯ ઓગસ્ટના રોજ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યૂ યોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD ફોરમ) દ્વારા આયોજિત “યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન” (વૈશ્વિક એકતા ઉત્સવ) ને સંબોધિત કરતી વખતે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક પૂજનીય ડૉ. મોહન ભાગવતજીએ તેમના મુખ્ય પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે આપણે અમેરિકા, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહીએ છીએ, ત્યારે એક શબ્દની વારંવાર ચર્ચા થાય છે: બહુત્વવાદ. અને જ્યારે આપણે ભારત કહીએ છીએ, ત્યારે અન્ય એક શબ્દ અથવા વાક્યની ચર્ચા થાય છે: વિવિધતામાં એકતા. ભારત માટે, આ એકતા અને આ વિવિધતા, બંને તેના ડીએનએમાં છે. રાષ્ટ્રો માત્ર ભૌગોલિક એકમો નથી. આ બ્રહ્માંડની રચનામાં, રાષ્ટ્રોએ એક ફરજ બજાવવાની હોય છે”.
વિશ્વ વિશે ભારતના દ્રષ્ટિકોણ પર વાત કરતા પૂજનીય સરસંઘચાલકજીએ કહ્યું કે, દરેક રાષ્ટ્રનું એક લક્ષ્ય હોય છે જે તેણે પૂર્ણ કરવાનું હોય છે. ભારતને કયું લક્ષ્ય આપવામાં આવ્યું છે? ભારત આ વિવિધતામાં એકતાનો અહેસાસ કરવા અને સમયાંતરે વિશ્વને તેનો અહેસાસ કરાવવા માટે છે. આપણે એક છીએ, અને વિવિધતાને કારણે તે એકતા સુશોભિત છે. તેથી વિવિધતાની ઉજવણી થવી જોઈએ, તેનો આદર થવો જોઈએ અને તેને સ્વીકારવી જોઈએ. તે જ સમયે, આપણે એકતાની આ ભાવનાને ધ્યાનમાં રાખવી જોઈએ. રાષ્ટ્રો માત્ર ભૌગોલિક સીમાઓથી બનતા નથી. જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, દરેક રાષ્ટ્ર પાસે આપવા માટે એક સંદેશ, પૂર્ણ કરવા માટે એક મિશન અને પહોંચવા માટે એક લક્ષ્ય હોય છે.
“વિશ્વમાં બે વૃત્તિઓ છે. એક વૃત્તિ છે: જીવો અને જીવવા દો. બીજી વૃત્તિ છે: જીવો, અને ફક્ત તેમને જ જીવવા દો જેઓ આપણી આજ્ઞા માને છે. જેઓ કહે છે કે, “જો તમે અમારી આજ્ઞા માનશો, તો અમે તમારી રક્ષા કરીશું” — રક્ષા એ સંસ્કૃત અને હિન્દીમાં પ્રોટેક્શન (protection) માટેનો શબ્દ છે. તેથી, જેઓ ફક્ત તેમની જ આજ્ઞા માનનાર ની જ રક્ષા કરે છે તેઓ રાક્ષસો છે . અને બીજા એવા લોકો છે જેઓ કહે છે કે, “ભલે તમે માનો કે ન માનો, મને સાંભળો કે ન સાંભળો, તમારો અભિપ્રાય શું છે, તમે મારા વિશે શું વિચારો છો, અથવા તમે મારા માટે કેટલા ઉપયોગી છો - આ બધી ખૂબ જ ગૌણ બાબતો છે. મુખ્ય બાબત એ છે કે આપણે બધા મનુષ્યો છીએ. આપણે જીવન ટકાવી રાખવાનું છે, અને તેથી આપણે બંધુત્વ સાથે જીવવાનું છે,” પૂજનીય સરસંઘચાલકજીએ ઉમેર્યું.
પોતાપણાની ભાવના પર ભાર મૂકતા તેમણે કહ્યું, “અલગ શરીરો અને બધું જ અલગ હોવા છતાં, અંદર કંઈક એવું છે જે સમાન છે. આપણે એકબીજાના છીએ”. તેમણે વધુમાં કહ્યું કે જે સિદ્ધાંત બધું જોડે છે, બધું ટકાવી રાખે છે, જે તિરાડ ઊભી કરતો નથી - અને તેને થવા દેતો નથી - અને જે બધું સંતુલિત કરે છે, જે મધ્યમ માર્ગ છે, તે ધર્મ છે.
પર્યાવરણના રક્ષણ માટેની આપણી પ્રતિબદ્ધતાનો મુદ્દો ઉઠાવતા સરસંઘચાલકજીએ કહ્યું, શા માટે આપણે આજકાલ ફાધર્સ ડે, મધર્સ ડે વગેરે ઉજવીએ છીએ? કારણ કે આપણે તેમના પ્રત્યેની આપણી ફરજ યાદ રાખીએ છીએ. આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી ફરજ યાદ રાખીએ છીએ. તમે જમો તે પહેલાં, વિશ્વમાં કૃષિ હોવી જરૂરી છે. તેના કારણે જ તમે જમી શકો છો. જો ખેડૂતો ખેતી કરવાનું બંધ કરી દે, તો તમે શું ખાશો? તમે તમારા કપડાં પહેરો છો કારણ કે ત્યાં મિલો છે, મજૂરો કામ કરી રહ્યા છે અને કપાસ પકવતા ખેડૂતો હજુ પણ ત્યાં છે. આપણે બધું જ બીજા કોઈનું ઋણી છીએ. તેથી આપણે પરત આપવાની જરૂર છે, તેમણે ઉમેર્યું.
ફરીથી ભારતની વૈશ્વિક ભૂમિકા પર ભાર મૂકતા સરસંઘચાલકજીએ કહ્યું, “માનવ જીવન આ જ્ઞાન દરેકને આપવા માટે અને તે જ્ઞાનને આપણી પોતાની મુક્તિ માટે તેમજ વિશ્વના કલ્યાણ માટે જીવવા માટે આપવામાં આવ્યું છે. તે જ મિશન ભારતને પૂર્ણ કરવાનું છે. તે જ સંદેશ વિશ્વભરના ભારતીયોએ પોતાના ઉદાહરણ દ્વારા આપવાનો છે, ઉપદેશ દ્વારા નહીં પણ આચરણ દ્વારા. તે જ ભારતનું લક્ષ્ય છે”. ભારતીય ડાયસ્પોરા માટે તેમણે કર્મભૂમિ પ્રત્યે વફાદારી રાખવાની સાથે જન્મભૂમિના મૂલ્યો મુજબ ટકાઉ જીવન જીવવાની વાત કરી - તે ભારતની અપેક્ષા છે.
“આપણે એકતામાં સંયુક્ત છીએ અને વિવિધતા દ્વારા સુશોભિત છીએ. વિવિધતા પ્રાકૃતિક છે અને એકતા સત્ય છે. આપણે વિવિધતાને એકતાના શણગાર તરીકે ઉજવીએ છીએ,” પૂજનીય સરસંઘચાલકજીએ કહ્યું. પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા સંબોધનની શરૂઆતમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, આ વિષય પર તેમણે કહ્યું કે અન્યની જવાબદારી સ્વીકારવા થી જ મુક્તિ મળશે, જે રીતે રક્ષાબંધનમાં પ્રતિબિંબિત થતો બંધનનો સંદેશ છે.
નોંધપાત્ર રીતે, સંબોધન પહેલાં પૂજનીય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતે ૨૦૦ ધાર્મિક નેતાઓનો 'કોલ ફોર એક્શન' (કાર્ય માટેનું આહ્વાન) ઠરાવ રજૂ કર્યો હતો. ૩૦ દેશોના ૧૮૦ ધાર્મિક નેતાઓએ ભવિષ્યની જવાબદારી સ્વીકારવા માટે પાંચ મુદ્દાની કાર્ય યોજના જાહેર કરી. વન વર્લ્ડ વન હ્યુમેનિટી ‘કોલ ફોર એક્શન’ ઠરાવ અપમાન અથવા હિંસાના ભય હેઠળ રહેલા કોઈપણ સમુદાયની ગરિમા માટે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક ધાર્મિક નેતાઓએ નફરત, અપમાન, અમાનવીયકરણ અથવા હિંસાને ન્યાયી ઠેરવવા માટે ધર્મના ઉપયોગને નકારી કાઢ્યો હતો. નેતાઓ દ્વારા સંબોધનની શરૂઆત થાય તે પહેલાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં દરેક વ્યક્તિએ એકબીજાને એકતાના પ્રતીક તરીકે રાખડી બાંધી હતી. ૨૫૦ સંસ્થાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથે મળી હતી. આ એકતા ઉત્સવમાં ૩૯ રાજ્યો અને ૮૫૦ યુએસ શહેરો તેમજ ૨૯ દેશોના આશરે ૬૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.