રક્ષાબંધન પર્વે ‘હર ઘર તુલસી’ સેવા અભિયાન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતક સાપ્તાહિક મિલન, માધાપર નગર, મારુતિ વિસ્તાર, રાજકોટ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ‘હર ઘર તુલસી – સેવા સંપર્ક’ અભિયાન યોજાયું.
આ સેવા અભિયાન અંતર્ગત ૪ સોસાયટીના ૧૫૧ પરિવારોના ઘરે-ઘરે જઈ નિઃશુલ્ક તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું. સ્વયંસેવકોએ પરિવારજનો સાથે આત્મીય સંપર્ક કરી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી અને તુલસીના છોડ સાથે સ્નેહ, સેવા, સંસ્કાર અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો.
રક્ષાબંધન માત્ર રક્ષાસૂત્રનું પર્વ જ નહીં, પરંતુ પરિવારને પરિવાર સાથે અને સમાજને રાષ્ટ્રભાવના સાથે જોડતું પવિત્ર પર્વ છે. તુલસીનો એક છોડ દરેક ઘરમાં સ્વાસ્થ્ય, પવિત્રતા અને હરિયાળીનું પ્રતીક બને એવા ભાવ સાથે આ અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.