વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   

આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે

VSK SAURASHTRA Articles December 1, 2025 171 views
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે

ડૉ. આશિષ શુક્લ > ફૂલછાબ > યુવાભૂમિ

આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે

જયારે પણ યુવાનો સાથે સંવાદ થાય ત્યારે હું હંમેશા કહેતો હોઉં છું કે સ્થિર અને પ્રગતીમય જીવન જીવવા માટે સારી આદતો હોવી ખૂબ જરૂરી છે કારણકે સારી આદતોનો અભાવ જ ખરાબ આદતો માટે કારણભૂત બને છે.  કોઈ માણસ ખરાબ નથી હોતો તેની સંગત ખરાબ થતા તેની આદતો ખરાબ થઇ જાય છે. સારી આદતો આપણામાં સારપ પેદા કરે છે. એ આદતોમાં નિયમિત રહેવાથી સારપ આપણામાં સ્થાપિત થઇ જાય છે. તમે કદાચ જાણતા નહિ હોય કે આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે.

કોલેજના ત્રીજા સેમેસ્ટરના પેપર ચેક કર્યા પછી હું ક્લાસમાં સારા માર્ક્સ મેળવવાની ટીપ્સ આપતો હતો. સારા અક્ષર કરવાની આદત પાડો એવી વાત કરી એટલે વત્સલ બોલ્યો કે મારા માતાપિતા નાનપણથી આ વાત કહેતા આવે છે પણ મને આદત પડી જ નહિ. હવે આ આદત કઈ રીતે વિકસાવવી એ જણાવશો? મેં તેને કહ્યું કે આદત વિકસાવતા પહેલા આદત એટલે શું એ જાણવું જરૂરી છે. એકના એક વ્યવહારનું નિયમિત પુનરાવર્તન કરવામાં આવતા એ કામ માણસથી સહજ રીતે થવા લાગે તેને આદત કહેવાય છે. સ્વચ્છ સુઘડ રહેવું, દરેક વસ્તુ ઠેકાણે મુકવી, સમય પાલન એ બધી ક્રિયાત્મક કે યાંત્રિક આદતો છે. આવી આદતો એક વખત વિકસાવ્યા પછી વ્યક્તિના દરેક કામોમાં તેનું પ્રતિબિંબ જોઈ શકાય છે. એક વખત સિસ્ટમેટિક કામ કરવાની ટેવ પડે પછી માણસ કોઈ પ્રયત્ન વિના દરેક કામ સિસ્ટમેટિક જ કરશે. થોડી આદતો શારીરિક આદતો છે જેમકે કમરમાંથી સીધા બેસવું કે વહેલા ઉઠવું. જો કોઈને પગ ઘસીને ચાલવાની આદત પડી જાય તો અન્ય લોકોની સરખામણીમાં તે અડધા સમયમાં પોતાના જૂતા વેડફી નાંખે છે. કુલ મળીને તેની છાપ પણ ખરાબ પડે છે અને ખર્ચ પણ વધી જાય છે. સૌથી અગત્યની કેહવાય છે વ્યવહારિક આદતો જેમાં બીજા વ્યક્તિ સાથેના વ્યવહારને લગતી આદતોનો સમાવેશ થાય છે. ઘરમાં, કોલેજમાં કે કામમાં તમે અનુભવશો કે કોઈની હાજરી વાતાવરણે હળવું કરી દે તો કોઈની હાજરી વાતાવરણને તંગ બનાવે. કોઈ બાજકણું, કોઈ પ્રેમાળ, કોઈ ફાકોળી તો કોઈ ઉત્પાતીયું હોય એ વ્યહારિક આદતો કહેવાય.    

આટલી વાત સાંભળી વત્સલે પૂછ્યું કે સર આદતો વિકસાવવા માટે શું કરવું જોઈએ? મેં જવાબ આપ્યો કે સંકલ્પ, ક્રિયાશીલતા, સાતત્ય અને અભ્યાસ એ આદતોના વિકાસ માટેના ચાર સ્તંભો છે. માનસિક દ્રઢતા રાખી કામ કરતા રહેવું અને એટલી હદે કરતા રહેવું કે તે તમારા જીવન સાથે વણાઈ જાય. કોઈ પણ આદતો માટે માણસનો પ્રેરણા સ્ત્રોત અગત્યની ભૂમિકા ભજવે છે. તેને સામે રાખીને કામ કરવાથી ગતિ વધે છે તેમજ માણસમાં નિયમિતતા અને શિસ્ત આવે છે. *માણસે વિકસાવેલી આદતો તેના વ્યક્તિત્વનો વિકાસ કરે છે જેના કારણે માણસનો પોતાનો પણ વિકાસ થાય છે.* આપણી આદતો આપણા મગજમાં એક પ્રકારની સર્કીટ બનાવે છે જે આપણા વ્યક્તિત્વનું સંચાલન કરી શકે છે. જેમ કોઈ ઓટોમેટીક મશીન તેના પ્રોગ્રામિંગ પ્રમાણે કામ કરે તેમ સારી આદતો આપણને સ્વયંસંચાલિત બનાવે છે. આપણને ખબર પણ ન પડે તેમ આદતો સતત આપણા વ્યક્તિત્વનું ઘડતર કર્યા કરે છે. ધીરે ધીરે આપણી આદતો આપણી ઓળખ બની જાય છે. લેખક સ્ટીફન કવે પોતની પુસ્તક ‘સેવન હેબીટ્સ ઓફ હાઈલી ઈફેક્ટીવ પીપલ’ માં આદતોનું મહત્વ અદભૂત રીતે વર્ણવ્યું છે.

મિત્રો, તમે કેટલાક એવા લોકોને ઓળખતા હશો કે જેમની પાસે સારી આવડતો છે છતાં તેઓ સફળ થતા નથી. આવા લોકોમાં ખૂટતી કડી માત્ર સારી આદતોનો અભાવ હશે. આદતો એ વ્યક્તિના ગુણ વિકાસની પાઠશાળા છે. સારી આદતો તમારી શક્તિઓને પરિણામકારી બનાવે છે. જે કામ તમે રોજ કરો છો તે તમારા માટે સરળ થતું જશે પણ અન્યો માટે તે ચમત્કારથી કામ નહિ હોય. અહીં તમને માહિતીતો મળી ગઈ હવે જરૂરી એ છે કે તમે એવી આદતો વિકસાવો જે તમારા વ્યક્તિત્વને વિકસાવે.

Comments


bThJPJLUsdQuHiOtvuN | January 8, 2026

DWKjQFpQeIQTjOLN