વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
બદલતે દૌર મેં હિન્દુત્વ

બદલતે દૌર મેં હિન્દુત્વ

Author: શ્રી . જે નંદકુમાર


“યહ પુસ્તક હિન્દુસ્તાન,હિંદુ વિચાર તથા હિંદુ સમાજ કા આચરણ વ સંગઠન ઇનકા વિચાર કરને વાલો સે ઇસકે પરીસ્કાર અ પુરસ્કાર કે લિયે સક્રિય રહને વાલો તક સબકો પઠનીય વ મનનીય બની હૈ ...”પ.પુ સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત

શ્રી જે નંદકુમાર, એક કસાયેલ હિંદુ સમાજના સંગઠક, પ્રચારક દ્વારા લખાયેલ આ પુસ્તક છે. આ પુસ્તક , વિશ્વ સમાજ અને હિંદુ સમાજ, જે હાલ એક સંક્રાંતિ કાળ માંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે, કાળ માં “હિન્દુત્વ” ના મહત્વ પર, જરૂરત પર ભાર મુક્તા પોતાના ગહન વિચારો વાળા ભાષણોનો સમુચ્ચય છે.
તેમના જ શબ્દોમાં તેમનો એક વિચાર, જે ઘણું કહી જાય છે. ”સનાતન ધર્મ ને વ્યક્ત કરવા માટે “હિન્દુઈઝમનો” સાચો શબ્દ નથી . “ઈઝમ” શબ્દ એક બંધ વિચાર થઈ જાય છે , જે હઠધર્મીતા કે વિવેકશૂન્ય માન્યતા સાથે જોડીને સમજાય છે ,જયારે “હિંદુનેસ” એ સાચી અભિવ્યક્તિ છે. જે હજારો વર્ષ જૂની ધાર્મિક સભ્યતાને આધ્યાત્મિક , બૌધિક, ધાર્મિક, દાર્શનિક તથા રાજનૈતિક આયામો ને રેખાંકિત કરે છે “”
પુસ્તક પાંચ મુખ્ય ભાગમાં લખાયેલ છે. જે “મૂળ હિન્દુત્વ” વિષય થી લઇ ડો. આંબેડકરજી ના ઇસ્લામ અને ઈસાઈ ધર્મ પરના લેખો ને આવરી લે છે. પ્રથમ ખંડમાં :-
હિંદુત્વ અને લોકશાહી, હિન્દુત્વ સાથે નેહરુવાદી ધર્મ નિરપેક્ષતા, વગેરેની સાથે હિન્દુત્વની ઉદારતા સહિષ્ણુતા પરના ભાષણો છે. તો પર્યાવરણ ,બહુ સંસ્કૃતિ વાદ સામે હિંદુ ની સાર્વભૌમિકતા અને હિન્દ વાદી ધર્મ નિરપેક્ષતા પરના વિવેચનો છે.
સાથો સાથ ,હિંદુ રાષ્ટ્ર ,રાષ્ટ્ર ;ધર્મ રાજ્ય તથા હિંદુનું અર્થશાસ્ત્ર ,એવા વિશદ જ્ઞાન વાળા ભાષણો છે. આ જ રીતે ઉપનિવેશ વાદ, વામપંથી સંઘર્ષ પરના લેખ છે.તો સાવરકરજી ગાંધીજી અને બહુ ચગાવાયેલ માફીનામાં પરનું પ્રકરણ પણ છે. ભારતીય જ્ઞાનપ્રણાલી, સંવાદ પરમ્પરા પરના વિચારો છે.
આ સાથે પ્રકીર્ણ માં ન્યાયિક ચુકાદો જેવાકે “સબરીમાલા નો ચુકાદો , અયોધ્યાનો ચુકાદો “ પરનું આલેખન છે તો “”મોપલા કાંડ “ (કેરલા)ની ટીપ્પણી છે.
પુસ્તકની ભાષા કાવ્યમય છે. કેમકે શ્રીનંદ કુમારજી પ્રખ્યાત કવિ પણ છે.
હિન્દુત્વ વિષે જન જાગરણ માટેનું, આ ઉત્તમ પુસ્તક છે. જેમાં આવનારી કસોટીઓની ચર્ચા છે. તો માનવતા પ્રતિ આપણો દૃષ્ટિકોણ શું છે તે ઉજાગર કરે છે. આજની વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા ભારતીય ચિંતન ના આધાર બનવાની ની ક્ષમતા પર ભાર આપે છે. આદ. ભાગવતજી એ સાચું કહ્યું છે કે હિંદુ સમાજ માટે જાગૃત આચરણ કરનાર દરેક માટે પુસ્તક વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે.
- ત્રિલોકભાઈ ઠાકર (૯૮૨૪૩ ૪૨૦૪૨)
Back to Reviews

Leave a Comment

Share this review: