વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
ખુદીરામ બોઝની જન્મજયંતિ

ખુદીરામ બોઝની જન્મજયંતિ

December 3, 2025

ભારતની સ્વતંત્રતા માટે પોતાનું બધું અર્પણ કરનાર અનેક ક્રાંતિકારીઓમાંથી એક છે ખુદીરામ બોઝ — ભારતીય સ્વતંત્રતા આંદોલનના સૌથી યુવા, નિર્ભય અને પ્રેરણાદાયક નાયક.

જન્મ :
તારીખ: ૩ ડિસેમ્બર, ૧૮૮૯
જન્મસ્થળ: હબીબપુર ગામ, મિદનાપુર, પશ્ચિમ બંગાળ
ખૂબ નાની વયે માતા–પિતાનું અવસાન થઈ જતાં તેઓ બહેન–જીજાના સહારે મોટા થયા.

ક્રાંતિકારક કારકિર્દીની શરૂઆત :
માત્ર ૧૫ વર્ષની ઉંમરે, તેઓ ‘વંદેમાતરમ આંદોલન’થી પ્રભાવિત થઈને સ્વતંત્રતાના કાર્યમાં જોડાયા.
સ્વદેશી આંદોલન, બ્રિટિશ સામાનના બહિષ્કાર અને વધતા દેશપ્રેમી વિચારો તેમને સીધા ક્રાંતિના માર્ગે લાવી ગયા.

મુખ્ય ઘટના – મુઝફ્ફરપુર બોમ્બ કાંડ (૧૯૦૮) :
ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બ્રિટિશ ન્યાયાધીશ કિંગ્સફોર્ડને મારવા માટે બોમ્બ ફેંક્યો.
દુર્ભાગ્યવશ ગાડીમાં કિંગ્સફોર્ડ નહોતો, અને આ ઘટનામાં બે અંગ્રેજ મહિલાઓનું મૃત્યુ થયું.
પીછો કરતા બ્રિટિશ સિપાહીઓને સામો આપી તેઓને પકડવામાં આવ્યા.

ન્યાય અને શહીદી :
કેસ ચાલતા ખુદીરામના હિંમતભર્યા વલણથી આખું દેશ પ્રેરાયુ.
ઉંમર માત્ર ૧૮ વર્ષ ૮ મહિના, પરંતુ દિલમાં અસીમ હિંમત!
૧૧ ઑગસ્ટ, ૧૯૦૮ના રોજ તેમને ફાંસી આપવામાં આવી.
ફાંસીના દિવસે પણ તેમની આંખોમાં દેશપ્રેમનું તેજ અને ચહેરા પર સ્મિત હતું—જે આજે પણ યાદગાર છે.

Back to Important Days