વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
વિજય દિવસ

વિજય દિવસ

December 16, 2025

૧૬ ડિસેમ્બર~વિજય દિવસ
ભારત પાકિસ્તાન યુદ્ધ-૧૯૭૧

બસંતરની લડાઈમાં ઘાયલ થયા બાદ પણ કર્નલ હોંશિયાર સિંહે પોતાની ટૂકડીનું નેતૃત્વ કર્યું અને પાકિસ્તાનની સેનાને પરત ભાગવા માટે મજબૂર કરેલ.
કર્નલ હોંશિયાર સિંહ નો સંદેશ હતો...
"બહાદુર લોકો કેવળ એક વાર મરે છે. તમારે યુદ્ધ કરવાનું છે. તમારે વિજય પ્રાપ્ત કરવાનો છે."

આ યુદ્ધમાં પોતાના દમ ઉપર શ્રીનગર એરબેજ બચાવવાવાળા જાંબાઝ ફ્લાઈંગ ઓફિસર પરમવીર ચક્ર થી સન્માનિત - નિર્મલજીત સિંહ સેખો.
નિર્મલજીત કહે છે, હું બે પાકિસ્તાની સેબર જેટ જહાજોની પાછળ છું...હું તેને જવા નહી દઉં...મને મજા આવી રહી છે.
તેઓ તે બે સેબર જેટને ધ્વસ્ત કરે છે.
નિર્મલજીત સિંહ સેખોનો અંતિમ સંદેશ હતો...
"ક્યાંક મારું નેટ નિશાના પર આવી ગયું છે. ઘુમ્મન હવે તમે મોરચો સંભાળો."

આ યુદ્ધમાં ભારતની પરાક્રમી સેનાની સામે જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાજીને પાકિસ્તાની ૯૩૦૦૦ સૈનિકો સાથે આત્મસમર્પણ કરવું પડેલ.

દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી આ સૌથી મોટું આત્મસમર્પણ થયેલ.

જય જવાન જય હિન્દ વંદે માતરમ્

ભારતનો ભવ્ય વિજય
हम विजय की ओर बढते जा रहे.....

Back to Important Days