વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
રાજકોટના આકાશમાં સૂર્યકિરણોની આકાશગંગા
Politics

રાજકોટના આકાશમાં સૂર્યકિરણોની આકાશગંગા

રાજકોટનાં અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં 7ડિસેમ્બરે રવિવારે “સૂર્યકિરણ એર-શો અને સંલગ્ન પ્રદર્શન” યોજાશે

ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય, નવયુવાનો ભારતીય સૈન્ય સેવાઓમાં જોડાય તે માટે પ્રેરિત કરે છે

રાજકોટ:ભારતીય વાયુ સેના દ્રારા રાજકોટમાં સવારે ૧૦:૦૦ અટલ સરોવર આસપાસના સ્માર્ટ સીટીના વિસ્તાર (અટલ સરોવર ફરતે) ના આકાશમાં અદભુત “સૂર્યકિરણ એર-શો, એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન” યોજાશે. આ ઉપરાંત એક દિવસ અગાઉ એટલે કે તા.૦૬ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સૂર્યકિરણ એર-શોનું ફૂલ ડ્રેસ રિહર્સલ પણ યોજાનાર
ભારતના ગૌરવ અને શૌર્યની પ્રતીક એવી ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ડીસ્પ્લે ટીમ દિલધડક અવકાશી પરફોર્મન્સ પ્રદર્શિત કરી શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દેશે. આ એરશો દરમ્યાન જામનગરથી ઉડાન ભરનાર ૯ કે તેથી વધુ પ્લેનની ટીમ સ્માર્ટ સીટી એરિયા ઉપર એરોબેટિક ડીસ્પ્લે રજુ કરશે. થોડા સમય પૂર્વે દુબઈમાં યોજાયેલ એરશોમાં પણ સૂર્યકિરણ ટીમ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એરશોનો સમયગાળો ૩૦ મીનીટ જેવો હોય છે પરંતુ રાજકોટમાં એક કલાક જેવો સમય ફાળવવામાં આવ્યો છે. સાથોસાથ એરફોર્સ બેન્ડની સુરાવલી સાંભળવાની પ્રથમવાર તક મળે તે પણ ગૌરવની વાત છે.
વાયુ સેનાના નવ જેટલા વિમાનો દ્વારા આકાશમાં એક કલાક દિલધડક સ્ટંટ રાજકોટવાસીઓના મન મોહી લેશે. યુવાઓમાં એરફોર્સમા કારકિર્દી અંગે ઉત્સાહ વધારવા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારમાં આ એર શો સારી રીતે નિહાળી શકાશે. લોકો સારી રીતે એર શો નિહાળી શકે તે માટે અટલ સરોવર બહાર બેસીને અથવા ઊભા રહી શકે તે રીતે વ્યુઈંગ સ્થળો જાહેર કરવામાં આવશે. લોકોની સેફટી માટે બીઆરટીએસ કોરિડોર ખાલી રાખવા તથા લોકોને વ્યવસ્થાપનના ભાગરૂપે બે કલાક પહેલા સ્થળ પર પહોંચી જવા અનુરોધ કરવામાં આવે છે.
ગરુડ કમાન્ડોના શસ્ત્રોનું પણ પ્રથમ વખત પ્રદર્શન યોજાનાર છે.
તેમણે જાહેર જનતાને ખાસ અપીલ કરતા એમ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવરની આસપાસના રસ્તાઓ પર જુદી-જુદી જગ્યાએ વ્યુઈંગ એરિયા નક્કી કરવામાં આવી રહ્યા છે .
રાજકોટમાં એરશો ઉપરાંત એરફોર્સ બેન્ડ અને ડીફેન્સના હથિયારોનું પ્રદર્શન એમ ત્રણ પ્રકારના ડિસ્પ્લેની મંજૂરી આપવામાં આવેલ હોઈ,

શું છે સૂર્ય કિરણ એરોબેટીક ટીમ?
- સૂર્યકિરણ એ ભારતીય વાયુ સેનાની એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે. આ ટીમમાં કુલ 9 BAe Hawk Mk132 એરક્રાફ્ટ શામેલ છે, જે કર્ણાટકના બિદર એરબેઝથી ઓપરેટ કરે છે. આ એરોબેટીક ટીમ સમગ્ર દક્ષિણ એશિયાની એકમાત્ર એરોબેટીક ડિસ્પ્લે ટીમ છે અને વિશ્વની સર્વશ્રેષ્ટ એરોબેટીક ટીમની યાદીમાં ઉચ્ચ સ્થાન અને વિશ્વાસનિયતા ધરાવે છે.

- ભારતીય વાયુ સેનામાં સૌ પ્રથમ એરોબેટીક ટીમની રચના વર્ષ 1982 માં એર ફોર્સની ગોલ્ડન જયુબિલીના પ્રસંગે રચવામાં આવી હતી.
- 1990 માં આ ટીમને પુનઃ સ્થાપિત કરીને 4 ભારતીય બનાવટના HAL HJT 16 કિરણ Mk II જેટ ટ્રેનરનો તેમાં શમાવેશ થયો હતો.
- 27 મે, 1996 માં તેમાં નવા બે વિમાનો ઉમેરીને તેને “સૂર્ય કિરણ” નામ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમનું પ્રથમ નિદર્શન 8 ઓક્ટોબર ના રોજ ભારતીય વાયુ સેના દિવસની ઉજવણીમાં પાલમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ટીમમાં કુલ 9 વિમાનોને રાખવામા આવ્યા હતા.
- વર્ષ 2001 માં સૌ પ્રથમ વાર શ્રી લંકા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેને પરફોર્મ કર્યું હતું.
- 2011 માં ટેકનિકલ કારણોસર આ ટીમ વિસર્જિત કરવામાં આવી હતી.
- વર્ષ 2015 માં BAe Hawk Mk 132 એસએટીએચઇ સૂર્ય કિરણ ટીમની પુનઃ રચના કરવામાં આવી હતી.


સૂર્ય કિરણ ટીમ દેશ વિદેશમાં વિવિધ પ્રસંગોએ એર શો નિદર્શન કરે છે અને ભારતીય વાયુ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતમાં તેનું નિદર્શન યુવા પેઢીમાં દેશ પ્રેમની ભાવના જાગૃત થાય, નવયુવાનો ભારતીય સૈન્ય સેવાઓ જેમ કે ભારતીય વાયુ સેના, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, અગ્નિવીર જેવામાં જોડાય તે માટે પ્રેરિત કરે છે.

સૂર્યકિરણના એડવાન્સ વિમાનો વિવિધ ફ્લાઇટ ડિઝાઇન અને પેટર્ન બનાવવા માટે એરોસોલનો ઉપયોગ કરે છે. વિમાન 150 કિમી/કલાક (93 માઇલ પ્રતિ કલાક) થી 600 કિમી/કલાક (370 માઇલ પ્રતિ કલાક) ની ઝડપે ઉડે છે અને દાવપેચ કરતી વખતે 1,100 કિમી/કલાક (680 માઇલ પ્રતિ કલાક) સુધીની ઝડપે પહોંચી શકે છે. દાવપેચ પાઇલટ્સને +6 અને -1.5 વચ્ચે વૈકલ્પિક જી-ફોર્સનો (ગુરુત્વાકર્ષણબળ) સામનો કરવો પડે છે.

સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ ભારતીય વાયુસેનાનું ખાસ એરોબેટિક્સ સ્ક્વોડ્રન છે, જે લાલ અને સફેદ HAWK Mk-132 ટ્રેનર જેટ ઉડાવવા માટે જાણીતું છે. તેમના એર શોમાં વિવિધ પ્રકારની રચનાઓ અને દાવપેચ દર્શાવવામાં આવે છે, જેમ કે DNA મેન્યુવર, બેરલ રોલ્સ અને હાર્ટ લૂપ્સ, જે ઘણીવાર નવ એરક્રાફ્ટ ફોર્મેશનમાં કરવામાં આવે છે. આ ટીમ છ મહિના માટે સખત તાલીમ લે છે અને અન્ય છ માટે પ્રદર્શન કરે છે, તેમના શો ચોકસાઇ ઉડાન દર્શાવવા અને યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરણા આપવા માટે રચાયેલ છે.

* વિમાન: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ હોક Mk-132 ટ્રેનર જેટ
* સૂત્ર: "સદૈવ સર્વોત્તમ" (હંમેશા શ્રેષ્ઠ)
* રચના: નવ વિમાનોના જૂથમાં પ્રખ્યાત પ્રદર્શન કરે છે, જે તેમને વિશ્વની આવી થોડી ટીમોમાંની એક બનાવે છે
* તાલીમ: છ મહિનાની સઘન તાલીમ અને રિહર્સલના સખત વાર્ષિક ચક્રમાંથી પસાર થાય છે, ત્યારબાદ છ મહિનાના પ્રદર્શન
* મુખ્ય દાવપેચ: હાર્ટ લૂપ્સ, બેરલ રોલ્સ અને તેમના સિગ્નેચર "DNA દાવપેચ" શામેલ છે



ઉદેશ્ય:
નાગરિકો અને ખાસ કરીને બાળકો તથા યુવાઓને ભારતીય સશસ્ત્રદળ અને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવા તથા ભારતીય વાયુ સેનાની શૌર્ય અને ગૌરવથી ભરપૂર કામગીરીથી સામાન્ય નાગરિકોને વાકેફ કરવા. ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) 06 અને 07 ડિસેમ્બર, 2025 ના રોજ સવારે 10 વાગ્યે રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તાર પર એક રોમાંચક એર શો રજૂ કરશે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

એર શોમાં વિવિધ અન્ય ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કેરિયર અને હેલિકોપ્ટર પણ ભાગ લેશે. 1996 માં રચાયેલ, SKAT વિશ્વની ખૂબ જ ઓછી નવ-એરક્રાફ્ટ એરોબેટિક્સ ટીમોમાંની એક છે અને એશિયામાં એકમાત્ર છે. આ અનોખી ટીમે ભારતમાં 500 થી વધુ પ્રદર્શનો કર્યા છે, ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE ખાતે વિદેશમાં એર શોમાં ભારતીય વાયુસેનાની સક્ષમતા દર્શાવી છે

Leave a Comment