વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
રાષ્ટ્રીય સંગઠનના પ્રેરક માર્ગદર્શન સાથે ‘સ્વદેશોત્સવ 2025’નું દ્રષ્ટિપૂર્ણ પ્રારંભ
Politics

રાષ્ટ્રીય સંગઠનના પ્રેરક માર્ગદર્શન સાથે ‘સ્વદેશોત્સવ 2025’નું દ્રષ્ટિપૂર્ણ પ્રારંભ

‘આત્મનિર્ભર ભારત'ના સંકલ્પ સાથે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો શુભારંભ

અમદાવાદ, શુક્રવાર: ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ), અમદાવાદ ખાતે આજે 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નો ભવ્ય પ્રારંભ થયો, જે સ્વદેશી ઉત્પાદનો, MSME, સ્ટાર્ટઅપ્સ અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ઓળખનું સૌથી મોટું પ્રદર્શન છે.

આ પાંચ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

'સ્વદેશોત્સવ' કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંગઠનનું પ્રતિનિધિત્વ કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય સંગઠનના માનનીય કાશ્મીરી લાલજી, ક્ષેત્ર સંગઠક શ્રી મનોહર લાલજી, અને પ્રાંત સહ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વર સજ્જનજી ની પ્રેરક હાજરી રહી હતી.

સ્વદેશોત્સવની વિશેષતાઓ:
આ પાંચ દિવસીય મેગા એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૬૦૦થી વધુ સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં હેન્ડલૂમ, હસ્તકલા, કૃષિ ઉત્પાદનો, MSME અને નવીન સ્ટાર્ટઅપ્સના ઉત્પાદનો પ્રદર્શિત થઈ રહ્યા છે. આ મહોત્સવ ૦૯ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે અને તેમાં ૨.૫ લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

Leave a Comment