વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
પ્રમુખસ્વામી મહારાજ: દયાના દ્રષ્ટા અને સેવા-સાધનાના પ્રતીક
Politics

પ્રમુખસ્વામી મહારાજ: દયાના દ્રષ્ટા અને સેવા-સાધનાના પ્રતીક

પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર ચરણોમાં શત-શત વંદન.
૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ ચાણસદ ગામે અવતરેલા પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં પ્રેમ, શાંતિ, કરુણા અને સંસ્કારનું અજવાળું ફેલાવ્યું. તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસેથી પ્રાપ્ત થયેલી આધ્યાત્મિક પરંપરાને તેમણે નિષ્ઠા અને વિનમ્રતાથી જીવનભર જાળવી રાખી.
તેમનું દિવ્ય સૂત્ર— “બીજાનું સુખ આપણું સુખ, બીજાનું કલ્યાણ આપણું કલ્યાણ” — તેમની દરેક પ્રવૃતિ અને નિર્ણય પાછળનું સચોટ મૂલ્ય હતું. લાખો લોકોના જીવનમાં સંસ્કાર, સહાનુભૂતિ અને શાંતિ જગાવનાર પ્રમુખસ્વામીનું હૃદય દયાળુ, દૃષ્ટિ દિવ્ય અને ચાલ નિર્મળ હતી.

તેમણે મંદિરો, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ અને નશાબંધી જેવા અનેક ક્ષેત્રોમાં અપૂર્વ કાર્યો કર્યા. સમાજમાં માનવતા અને આધ્યાત્મિકતાનો સંદેશ ફેલાવવું એ તેમના જીવનનો મુખ્ય ધ્યેય હતો.
આજે તેમની જન્મજયંતિ એ માત્ર સ્મરણ નથી પરંતુ—
એક ઉત્તમ, નિષ્કપટ અને સેવાભાવપૂર્ણ જીવન જીવવાનો પાવન સંદેશ છે.

પ્રમુખસ્વામી મહારાજ – મુખ્ય તથ્યો :

ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક ગુરુ-અનુયાયી
શાસ્ત્રીજી મહારાજ પાસેથી ‘નારાયણસ્વરૂપદાસ સ્વામી’ નામે દીક્ષા
૧,૧૦૦ થી વધુ ભવ્ય મંદિરોનું નિર્માણ
૯૦૦ થી વધુ સાધુઓને દીક્ષા આપી
ભારત અને વિદેશના ૧૭,૦૦૦ થી વધુ સ્થળોની મુલાકાત
૭,૬૦,૦૦૦ થી વધુ પત્રોના વ્યક્તિગત જવાબ
૮,૧૦,૦૦૦ થી વધુ લોકોને વ્યક્તિગત માર્ગદર્શન
બાળપણથી જ સેવા અને સાદગી તરફ ઝુકાવ
BAPS સંસ્થાને વૈશ્વિક સ્તરે પ્રગતિ અપાવનાર
૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ સારંગપુરમાં લોક કલ્યાણ યાત્રાનો અંત

Leave a Comment