વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
પોરબંદરમાં RSS દ્વારા સામાજીક સદભાવ બેઠક યોજાઈ:વિવિધ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સંઘના અધિકારીએ આપ્યું માર્ગદર્શન
Politics

પોરબંદરમાં RSS દ્વારા સામાજીક સદભાવ બેઠક યોજાઈ:વિવિધ જ્ઞાતિના આગેવાનોની ઉપસ્થિતિમાં સંઘના અધિકારીએ આપ્યું માર્ગદર્શન

પોરબંદર નગરમાં 12/12/2025 શુક્રવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પોરબંદર નગરની સામાજિક સદભાવના બેઠકનું સોરઠીયા ધોબી સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર નગરમાંથી હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના પ્રમુખો,અગ્રણીઓ અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સદભાવ કાર્ય સંયોજક શ્રી ત્રિકમભાઈ છાંગા એ કચ્છથી ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. અને જણાવ્યું હતું કે આપણે સૌ હિન્દુ ભારત માતાના સંતાનો છીએ તથા ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે આપણે સૌએ આપણા સ્થાનમાં યોગ્ય વિચાર કરી આપણી જ્ઞાતિમાં અલગ અલગ ઉપક્રમો દ્વારા સમાજ સંગઠિત બને અને નાત જાતના ભેદભાવ ભૂલી વિભિન્ન સમાજો પરસ્પર સદભાવ કેળવે તથા એકબીજા સમાજને જરૂરિયાતના સમયે સહયોગ કરે એવું ચિંતન કરવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આગામી 14 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી યોજાનાર વ્યાપક ઘર સંપર્ક અભિયાનની પણ માહિતી આપી હતી તથા દરેક સમાજને એમાં સહયોગ કરવા જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં વર્તમાન પરિસ્થિતિ માં વિવિધ જ્ઞાતિઓ દ્વારા પોતાના સમાજમાં થતા સામાજિક ,સેવાકીય, શૈક્ષણિક તથા સંગઠનાત્મક કાર્યો ની માહિતીની આપ લે કરવામાં આવી હતી. તેમજ સાંપ્રત પરિસ્થિતિમાં સમાજના કાર્યો કરવામાં પડતી મુશ્કેલીઓની વાતચીત તથા તેના ઉપાયો અંગે શ્રી ત્રિકમભાઈ છાંગાએ વિગતવાર છણાવટ કરી હતી. તેમજ હિન્દુ સમાજ જ્ઞાતિ જાતિના વાડાઓથી પર ઉઠી એક તાંતણે બંધાય તેમજ સમરસ સમાજનું નિર્માણ થાય એ માટેનું આહવાન કર્યું હતું.
. આ તકે વિભાગના સામાજિક સદભાવ સંયોજક પ્રભુદાસભાઈ ડાભી તથા પોરબંદર જિલ્લાના માનનીય સંઘચાલકજી ભરતભાઈ કારાવદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ઉપસ્થિત સૌ જ્ઞાતિ આગેવાનો દ્વારા આ પ્રકારની બેઠકોનુ આયોજન તથા કામગીરી સમયાંતરે સાતત્ય પૂર્ણ થતી રહે એવો સુર ઉઠ્યો હતો. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિ આગેવાનોએ સ્વરૂચી ભોજન લઈ સંઘ દ્વારા ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમ માટે તત્પર રહેવા જણાવ્યું હતું.

Leave a Comment