રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુરા દેશમાં શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંધ કાર્યને સમર્પિત કાર્યકર્તાઓને યાદ કરીએ
શ્રી યશવંતભાઈ લાભશંકર ભટ્ટ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં સંધ કાર્યની શરૂઆત કરનારા તેમના માતૃશ્રીનું નામ લાભુબા તેમને બે દીકરા એક યશવંતભાઈ અને બીજા કાંતિભાઈ તેમને ત્રીજા દીકરા એટલે પ્રચારક શ્રીલક્ષ્મણરાવ ઇનામદાર ગણતા હતા તેમનો જન્મ માગશર વદ ૧૩ સવંત ૧૯૮૦ તારીખ ૨૪-૧૨-૧૯૨૪ ના રોજ રાજકોટ ખાતે થયેલો હતો
ઈ.સ.૧૯૪૩ના રોજ મેટ્રિક પાસ થયા તે જ વર્ષથી તેઓ સંધ પ્રવેશ કર્યો 19 વર્ષે સંધ સક્રિય થયા તેઓ બી.એ. ડિગ્રી મેળવી અમદાવાદ ખાતે લો કોલેજમાં એલએલબી ની ડીગ્રી મેળવેલ , સૌરાષ્ટ્ર હાઇકોર્ટ,મુંબઈ હાઈકોર્ટ, ગુજરાત હાઇકોર્ટ સનદ મેળવવી પ્રેક્ટિસ શરૂ કરી હતી તેઓ પ્રસિદ્ધએડવોકેટ હતા
પ્રથમ પરિણીત પ્રચારક :
૨૧વર્ષે લગ્ન થયા કાલાવડ ના નિર્મળાબેન સાથે ઇ.સ.૧૯૪૫ થી જ એ જ વર્ષે પ્રચારક પણ બન્યા, ખેડા જિલ્લામાં પેટલાદ તાલુકા ની જવાબદારી સંભાળેલી .એ સમયે તેમની સાથે ગુજરાતમાં બીજા ચાર પ્રચારકો પણ સંઘ માટે સેવારત થયા. શ્રીઅનંતરાયકાળે,કાશીનાથજી બાગ વડે ,વસંતરાવજી ચિપલુણકર , વસંત રાવ ગજેન્દ્રઞડકર પાંચમા પ્રચારક યશવંતભાઈ પરિણીત પ્રચારક હતા. તેઓ કર્મઠઅને કાબેલ સંગઠક હતા યશવંતભાઈઅએ ૧૯ ૪૭મા તૃતીય વર્ષ કરેલું હતું
ગાંધીજી ની હત્યા થઈ ત્યારે ૧૨-૧૨ ૧૯૪૮ના દિવસે સત્યાગ્રહ પર ઉતરેલા ત્યારે ખેડા જિલ્લામાં પ્રચારક તરીકે કાર્યરત હતા તેઓની ધરપકડ થઈ હતી તા.૨૧-૩-૧૯૪૯ જેલમાંથી મુક્તિ બાદ રાજકોટમાં સ્થાયી થયા હતા
સંઘની જવાબદારીમાં સૌરાષ્ટ્રમાં પ્રવાસ
એડવોકેટ ની પ્રેક્ટિસ સાથે સંઘની વિવિધ જવાબદારીઓ સંભાળી સૌરાષ્ટ્રમાં સંઘ નું વિકાસ કર્યો સૌરાષ્ટ્ર 33 વર્ષ સુધી વિભાગ કાર્યવાહ તરીકે જવાબદારી નિભાવી, કામ કરી સૌરાષ્ટ્ર મા પ્રવાસ કરી સંઘ નું કામ મજબૂત કર્યું તેઓ નાના- મોટા કાર્યકર્તાઓની વ્યક્તિગત ચિંતા કરતા હતા તેઓ સંઘમાં આદર્શ સ્વયંસેવક અને અધિકારી કાર્યકર્તા તરીકેનું આદર્શઉદાહરણ પૂરું પાડ્યું હતુંઅને અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપતા રહ્યા અને સંઘ ના કામનો વિસ્તાર કરતા ગયા, તેઓ નિયમિત સમયસર શાખામાં ઉપસ્થિત રહેતા તેઓ તરુણ સ્વયમ સેવકો માટે આદર્શ હતા, જે કાર્યકર્તાઓને કાયમ પ્રેરણા રૂપ રહ્યા હતા. શાખા, પ્રવાસ ,અને સંપર્ક માટે પૂરો આગ્રહ રાખતા સમગ્ર દેશમાં ૧૯૭૫ કટોકટીમાં સંઘના વરિષ્ઠ કાર્યકર્તાઓની સ્વયંસેવકોની શ્રી યશવંતભાઈ ની પણ ધરપકડ કાળા કાનૂન હેઠળ કરવામાં આવી હતી.૧૯૭૭ જેલમાંથી છુટકારો થયો હતો જેલમાં પણ પ્રત્યેસ્વયંસેવકોનેની ચિંતા કરતા હતા
એકાત્મતા યાત્રા
1983 માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાગપુર થી સોમનાથ એકાત્મતા યાત્રામાં તરીકે જવાબદારી નિભાવી હતી સંધના વિભાગ કાર્યવાહ જવાબદારી બાદ વિશ્વ હિન્દુ પરિષદના પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રી જવાબદારી નિભાવી હતી, ૧૯૮૯ માં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી રામ જન્મભૂમિ વ્યાસના ટ્રસ્ટી તરીકે પણ સેવા બજાવી હતી અને શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે કાર સેવકોની પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવેલી હતી. રાજકોટની ડો. હેડગેવાર સ્મારક સમિતિના સ્થાપક ટ્રસ્ટી તથા વિરાણી બહેરા મૂંગા શાળાના કારોબારી સમિતિના સભ્ય હતા તેઓ સેવા ક્ષેત્રે સક્રિય રહ્યા હતા
ભટ્ટ પરિવાર સંઘ મય :
આમ તેમના પુત્ર ગૌતમભાઈ ભટ્ટ, તેમના ભાઈ કાંતિભાઈ, તેમના પુત્ર મધુભાઈ, અનિલભાઈ અને ગીરીશભાઈ આમ સમગ્ર ભટૃ પરિવાર સંઘ મઈ રહ્યું હતું અને અનેક જવાબદારી નિભાવી હતી.
યશવંતભાઈ ની તબિયત બગડતા તેઓને દોશી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા તારીખ ૨-૨-૨૦૦૨ ના રોજ તેઓનું અવસાન થયેલ હતું.
જન્મદિવસ ની હાર્દિક શ્રદ્ધા સુમન...