વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન
Sports

ખેલ અને સ્વસ્થ સમાજના સંકલ્પ સાથે ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન

ક્રીડા ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન આજરોજ મા. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પોતાના ઉદ્બોધનમાં સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને ક્રીડા ભારતી દ્વારા ખેલ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી.

ઉદ્ઘાટન સત્રમાં વિશેષ અતિથી તરીકે ઓલિમ્પિક ખેલાડી શ્રી ગોપાલ સૈની (પ્રમુખ, ક્રીડા ભારતી), શ્રી ચૈતન્ય કશ્યપ (કાર્યકારી અધ્યક્ષ, ક્રીડા ભારતી, કેબીનેટ મંત્રી, મધ્ય પ્રદેશ રાજ્ય), શ્રી રાજ ચૌધરી, (મહામંત્રી, ક્રીડા ભારતી), ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, ઉપ પ્રમુખ ક્રીડા ભારતી અને શ્રી વિવેકભાઈ પટેલ – અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, ક્રીડા ભારતી, કાર્યક્રમમાં હાજરી આપી હતી.

Leave a Comment