પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવશે
રાજકોટ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષની અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પ. પૂ. સરસંઘચાલક મા. શ્રી મોહનજી ભાગવત દિનાંક ૧૯ અને ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રવાસ પર આવી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ નિશ્ચિત સમાજ પ્રબોધક અને પ્રેરક લોકો સાથે વ્યક્તિગત અને શ્રેણીશ: વાર્તાલાપનો કાર્યક્રમ રહેશે. સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત પંચ પરિવર્તન વિષય અંગે વ્યાપક ચર્ચા હેતુ વ્યકિતગત તેમજ સમાજ જીવનના સૌરાષ્ટ્ર ભરના વિભિન્ન ક્ષેત્રોના અગ્રણીઓ સાથે સંવાદ કરશે. આ પ્રવાસ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમનું આયોજન નથી.