વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    મોહન ભાગવત: 'વિવાદોમાં ફસાઈ જવું એ ભારતનો સ્વભાવ નથી; દેશની પરંપરાએ ભાઈચારો પર ભાર મૂક્યો છે,' RSS વડાએ નાગપુરમાં કહ્યું.    •    રાજકોટમાં દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો થયો પ્રારંભ:27 તારીખથી ફરી રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યુ સાળંગપુરધામ    •   
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન
Health

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષે મોરબીમાં તબીબોનું વિશેષ સંમેલન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એશોશીયેશન મોરબી બ્રાંચ અને નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇજેશન મોરબી યુનીટ દ્વારા તબીબો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય આરોગ્ય વ્યવસ્થાની ગોષ્ઠી અને તમામ પથીના તબીબો સાથે સકારાત્મક સંવાદ માટે આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાના સુસંસ્ક્રુત વિકાસમાં તબીબોની મહત્વપૂર્ણ ભૂમિકા છે અને જ્યારે વૈશ્વિક સ્તરે મોરબીની આગવી ઓળખ છે ત્યારે તબીબી ક્ષેત્રમાં પણ સુસંસ્ક્રુત વિકાસ થાય અને નિરામય રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના માનનિય સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો.જ્યંતિભાઇ ભાડેસિઆ દ્વારા " Health and Nation building: legacy of Dr. Hedgewar to the modern Indian medical fraternity"
વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ. આર એસ એસ ના મોરબી જીલ્લાના બૌધિક પ્રમુખ અને pgvcl jetco ના એન્જીનીયર જીતેન્દ્રભાઇ વિરમગામા દ્વારા "પંચ પરિવર્તન" વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. સમગ્ર ભારત દેશ માટે આરોગ્ય ક્ષેત્રમાં ગૌરવ લેઇ શકાય અને ભારતની આરોગ્ય ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બને તે માટે તબીબો સાથે વિષયોને આધારે વિચારવિમર્શ ખુબજ ઉપયોગી બની રહેશે . આ હેતુસર GMERS MEDICAL COLLEGE, મોરબી માં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 50 થી વધુ અલગ અલગ શાખાના તબીબોએ પોતાનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્મમાં પ્રસ્તાવના એન.એમ.ઓ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ડો.વિજય ગઢિયા દ્વારા રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા એન.એમ.ઓ મોરબી યુનીટના પ્રમુખ ડો.હિરેન સંઘાણી,મંત્રી ડો. વનરાજસીંહ,આઇ.એમ.એ ના પ્રમુખ ડો.સુષ્મા દુધરેજીયા, મંત્રી ડો.દિપ ભાડજા તથા આયુર્વેદ,હોમીયોપેથી એશોશીયેશના પદાધિકારીઓ, મેડિકલ કોલેજના ડિન ડો.નિરજ બિશ્વાસ અને ફેકલ્ટી,સ્ટાફ,મેડિકલના વિધ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ અંતે આભાર દર્શન ડો.દિપક અઘારાએ કર્યુ હતુ અને વંદે માતરમ્ નું ગાન કરવામાં આવ્યું હતુ.

Leave a Comment