ધાર્મિકની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જાગૃત કરાશે સંદેશ પણ અપાશે: પાંચ લાખ પ્રસાદની કીટ તૈયાર કરાઈ: રાજકોટમાં રેસકોર્ષમાં બનાવેલા 52 ફૂટ ઊંચા સાળંગપુર મંદિરમાં દાદાના દિવ્ય દર્શનનો લ્હાવો મળશે: 120 ફૂટની વિશાળ મલ્ટીમીડિયા LED સ્ક્રીન અને ત્રણ લાખ વોટ ની અત્યાધુનિક 6D સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા
રાજકોટ:
રાજકોટના આંગણે આગામી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫થી ૨ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવ 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં એક સાથે ૫૦,૦૦૦થી વધુ ભક્તો બેસીને કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ કથા ગ્રાઉન્ડમાં ખાસ સાળંગપુર થીમનું 52 ફૂટ ઊંચું મંદિર પણ ઊભું કરવામાં આવ્યું છે.
આ કથા કોઈ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઈ રહી છે. આ કથા 27 ડિસેમ્બર થી બે જાન્યુઆરી સુધી રાત્રે 7:30 થી 11:30 કલાક સુધી. પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું રસપાન કરાવવામાં આવે છે.
રાજકોટમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ વ્યાસપીઠ ઉપરથી શ્રોતાગણોને તેમની આગવી શૈલીમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવ્યું હતું. રવિવારના રોજ 38 હજાર જેટલા લોકો ઉમટીયા હતા. જયારે 300 બોટલ બલ્ડની બોટલ એકત્ર હૈ હતી. આજે ત્રીજા દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કથા સાંભળવા માટે માનવમહેરામણ ઉમટી પડ્યું હતું.30 હજાર કરતા વધારે હરિભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. કથા સ્થળે ખુરશીઓ ખુટી પડતા ભક્તોએ જમીન ઉપર બેસીને કથાનું શ્રવણ કર્યું હતું. સંતો મહંતો સહિત રાજકીય આગેવાનો અને વડીલો કથા શ્રવણ કરવા પધાર્યા હતા. મહત્વનું છે કે કથા સાંભળવા આવનાર મોટાભાગનો યુવા વર્ગ આવી રહ્યો છે.દરરોજ કથાની શરૂઆત આરતી અને રાષ્ટ્રગીતથી ભક્તિમય વાતાવરણ સ્વામી દ્વારા કથાનું રસપાનની શરૂઆત કરવામાં આવે છે.
સ્વામીજીએ લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત ખૂબ જ સરળ અને લોકબોલીમાં સમજાવતા જણાવ્યું હતું કે, "જ્યારે આપણે બધાને કહીને અને પરિવારની સાથે બેસીને જમીએ, તેને અરેન્જ મેરેજ કહેવાય છે. પરંતુ જે એકલા અને છાનામાના જમી લે, તેને લવ મેરેજ કહેવાય છે." તેમણે લગ્નમાં પારિવારિક સહમતી અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે.
સોશિયલ મીડિયા પર વધતી અસલામતી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, હવે યુનિવર્સિટીઓમાં દીકરીઓના ફોટા ખોટી રીતે જોવા નહીં મળે, કારણ કે આપણી દીકરીઓએ માત્ર 'મોડેલ' બનીને નથી રહેવાનું, પણ 'ઝાંસીની રાણી' જેવી વીરાંગના બનીને પોતાની રક્ષા પોતે કરવાની છે. તેમણે ઉમેર્યું કે, આજના જમાનામાં વોટ્સએપ માં જોઈને પ્રેમ થઈ જાય છે. લોકો જોયા વગર જ હજારો રૂપિયા ટ્રાન્સફર કરી દે છે. બહેનોને ભગવાને મીઠી વાણી આપી છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરવો જોઈએ જેથી કોઈ છેતરાય નહીં. "આજના જમાનાનો પ્રેમ અજીબ છે. પહેલા લોકો પ્રેમમાં પડે, પછી મુશ્કેલીમાં પડે અને અંતે બંને જણા ડેમમાં પડે."
સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરને વંદન છે. આ શહેર પીડ પરાઈ જાણે છે. શહેરમાં હજારો એવા લોકો છે જે કોઈને દુઃખી નથી જોઈ શકતા. આજે અનેક બાળકો એવા જન્મે છે જેને જન્મતા સાથે જ ડાયાબિટીસ હોય. મા-બાપ ગરીબ હોય. રાજકોટમાં એવી સંસ્થા (જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન) છે કે જે બાળકોને દતક લે છે. એનું આજીવન ધ્યાન રાખે છે. કેટલા લોકોની વાત કરવી. આજે સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે ગયો હતો. આપણે એક માવતરની સેવા સરખી નથી કરી શકતા. પણ સદભાવના વૃદ્ધાશ્રમને ધન્ય છે કે જેને આખા ભારતમાં જાહેરાત કરી કે જેને કોઈ નહીં સાચવે એને અમે સાચવીએ. અને આનંદ એ વાતનો છે કે વડીલોને પગ દબાવવા માટે માણસો રાખે છે. દર અઠવાડિયે વડીલોના પગના તળિયે ગાયનું ચોખ્ખું ધીની માલિશ થાય છે.
સ્વામી હરિપ્રકાસદાસજીએ જણાવ્યું હતું કે, આપણી માટે ગૌરવની વાત એ છે કે દેશને આઝાદી અપાવવામાં સૌથી મહત્વનો ફાળો ગુજરાતના પનોતા પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે. ખાસ કરીને સરદાર પટેલ વિશે વાત કરતા જણાવાયું હતું કે, "જો આ દેશને સરદાર પટેલ ન મળ્યા હોત, તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત." દેશને એકસૂત્રે બાંધવાનું ભગીરથ કાર્ય તેમના થકી જ શક્ય બન્યું છે.
સ્વામીજીએ સંબોધન કરતા જણાવ્યું કે, જ્યારે ભારતને બિઝનેસ કરતા નહોતું આવડતું, ત્યારે બે કાઠિયાવાડીઓએ દુનિયાને વેપારની નવી દિશા બતાવી. ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કરીને આખા ભારતને બિઝનેસના પાઠ ભણાવ્યા છે. આજે પણ અડધી દુનિયામાં રાજકોટ અને ગુજરાતના વેપારીઓનો ડંકો વાગે છે.વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટની ધરતીમાં કંઈક એવી તેજસ્વીતા છે કે અહીંથી નીકળેલા લોકો વિશ્વ ફલક પર છવાઈ જાય છે. આજે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહી છે, તેનાથી વિશ્વના મોટા દેશો પણ ભારતની તાકાતની નોંધ લેવામાં આવી છે.
Comments
aJTFVXAoSdbHIawzGpRi
otcgUdVLEOyUvAHMEpJmlK