વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   

RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન

VSK SAURASHTRA Events March 16, 2026 224 views
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન

RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન

રાજકોટ | રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરમ પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનો જાન્યુઆરી માસ દરમિયાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં મહત્વપૂર્ણ પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસના સંસ્મરણોને સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલી ૨૦ પેજની વિશેષ સ્મરણિકા પત્રીકાનું આજે રાજકોટ ખાતે ગરિમાપૂર્ણ રીતે વિમોચન કરવામાં આવ્યું હતું.

ત્રણ મુખ્ય કાર્યક્રમોનો દસ્તાવેજી સંગ્રહ

જાન્યુઆરી માસમાં યોજાયેલા આ પ્રવાસ દરમિયાન સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના મુખ્યત્વે ત્રણ કાર્યક્રમો વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ કાર્યક્રમોના સંસ્મરણો અને માહિતીનો દસ્તાવેજી સંગ્રહ આ સ્મરણિકા પત્રીકામાં રજૂ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ૨૦ પેજની સ્મરણિકા પત્રીકામાં સરસંઘચાલકના ત્રણેય કાર્યક્રમોના સંપૂર્ણ બૌદ્ધિક (પ્રવચનો), કાર્યક્રમની વિવિધ તસવીરો તેમજ અખબારોમાં પ્રસિદ્ધ થયેલા સમાચારોના કટીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તે ઉપરાંત, કાર્યક્રમોની વિડિયો હાઈલાઈટ્સ સરળતાથી જોઈ શકાય તે માટે ક્યુઆર કોડ (QR Code) પણ સામેલ કરવામાં આવ્યો છે.

પ્રાંત સંઘચાલકના હસ્તે વિમોચન

આ સ્મરણિકા પત્રીકાનું વિમોચન સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંઘચાલક માનનીય શ્રી મુકેશભાઈ મલકાણના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે

સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી વિપુલભાઈ અઘારા

રાજકોટ મહાનગર પ્રચાર પ્રમુખ શ્રી જગતભાઈ વ્યાસ

સહિત અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments


SfcsIlVVyXOvFvukfMTUQ | May 22, 2026

wpisPiAgEenBiZXrIoDuuMH

AhJqulSHvmBpCizIAfkh | May 15, 2026

PCZODuRhvGRtGIxgUQmmIFC

ilnUbmavkkLVJwtPuxz | April 30, 2026

OcMNWcmtDPTEKGTLpqv