આ પાર્ક ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયને સમર્પિત કરાયો
લખનૌ: ઉત્તર પ્રદેશનાં લખનૌમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે આ પાર્ક આશરે 65 એકર જમીનમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ” નામનો એક ભવ્ય પાર્ક બનાવવામાં આવ્યો છે. આ પાર્ક ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, પંડિત શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયને સમર્પિત કરવામાં આવ્યુ છે.
“રાષ્ટ્ર પ્રેરણા સ્થળ” લખનૌ માટે એક મહત્વપૂર્ણ ભેટ છે. અહીં, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાન વ્યક્તિઓના પ્રેરણાત્મક જીવન પ્રસંગો લાઇવ ઑડિયો-વિઝ્યુઅલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.