વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
મોરબીમાં  ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું  યોજાયું
Politics

મોરબીમાં ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું યોજાયું

મોરબીમાં ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું યોજાયું

આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય સમાજમાં સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામૂહિક જવાબદારીના મૂલ્યોને મજબૂત કરવાનો હતો.

મોરબી: મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગર સ્થિત ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન બપોરે 3:30 થી 5:00 દરમિયાન યોજાયું હતું.

સંમેલનમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. વસ્તીના અગ્રણી નાગરિકો અને સંઘના વક્તા દ્વારા માર્ગદર્શનસભર વક્તવ્ય અપાયા હતા. આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે અગાઉ મંદિર ખાતે 'પંચ પરિવર્તન' વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. તેના અનુસંધાને, વિસ્તારના વિવિધ મંડળોના પ્રમુખો અને સંઘના કાર્યકર્તાઓએ જાહેર સંકલ્પ લીધો કે હવે તેમના દરેક સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં ફક્ત સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરાશે. આ સંકલ્પને અમલમાં મૂકવા માટે, તેમણે સ્ટીલના વાસણો પ્રદર્શનરૂપે રજૂ કર્યા હતા, જેનો ઉપયોગ તે જ દિવસે ભોજન પ્રસંગે પણ કરવામાં આવ્યો હતો.

આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય સમાજમાં સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામૂહિક જવાબદારીના મૂલ્યોને મજબૂત કરવાનો હતો.

Leave a Comment