વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
આપણા ભવિષ્યનો આપણી આદતો સાથે અતૂટ સંબંધ છે    •    ‘વીકીપીડિયા નહીં, સંઘ-સાહિત્ય વાંચો’ – સંઘ અંગે પૂ. ડૉ. મોહનજી ભાગવતજીનો સંદેશ    •   
રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું
Education

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

રાજકોટ મહાનગરમાં વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિતે રાજકોટના વર્ધમાન વિસ્તારના વર્ધમાન નગરની કેવડાવાડી વસ્તીમાં શ્રી વસુંધરા હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાઈઓ-બહેનો સહિત ૪૫૦ થી વધુ લોકોની ઉત્સાહભેર ઉપસ્થિતિ રહી.

આ સંમેલનને સફળ બનાવવા માટે ૫૦ થી વધુ ભાઈઓ-બહેનો કાર્યમાં સક્રિય રીતે જોડાયા હતા. સમિતિના કાર્યકરોએ સોસાયટીના દરેક ઘરે જઈ વ્યક્તિગત નિમંત્રણ આપ્યું અને બાઈક યાત્રા દ્વારા સમગ્ર વિસ્તારમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક માહોલ સર્જ્યો.

સંમેલનના દિવસે ભગવાન શ્રી રામની ભવ્ય ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા. સોસાયટીની બહેનો દ્વારા સમગ્ર વિસ્તારમાં સુંદર રંગોળી રચાઈ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ઝળહળ્યો. અનેક બાળકોએ વિવિધ પૌરાણિક વેશભૂષામાં ભાગ લઈ કાર્યક્રમની શોભા વધારી.

કાર્યક્રમ દરમિયાન સંતો દ્વારા આશીર્વચન, વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત, તેમજ મહાભારતના દ્રૌપદી ચીર હરણ પ્રસંગ પર આધારિત નૃત્યનાટિકાએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું અને ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શ્યા. સાથે સાથે મહાઆરતી, રાસ-ગરબા અને અંતમાં સામૂહિક હનુમાન ચાલીસાના પઠનથી સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી ઓતપ્રોત બન્યું.

આ પાવન અવસરે BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય શ્રી ઉત્તમપુરુષ સ્વામી તથા પૂજ્ય શ્રી શ્વેતદર્શન સ્વામીના આશીર્વચન પ્રાપ્ત થયા સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક શ્રી હાર્દિકભાઈ જોશીનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું, જેના કારણે સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને રાષ્ટ્રીય દિશા મળી.

આ હિન્દુ સંમેલન દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ વધુ મજબૂત બન્યો.

Leave a Comment