વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું
Education

રાજકોટના જૂના એરપોર્ટ રોડ વિસ્તારમાં હિંદુ સંમેલન ઉત્સાહભેર યોજાયું

સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે: સ્વામી શ્વેતદર્શનજી

આજના સમયમાં હિંદુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે: સ્વામી મેઘજાનંદજી

સંયુક્ત કુટુંબ વ્યવસ્થા ટકાવવા સપ્તાહમાં એક વાર સાથે સત્સંગ, સાથે ભોજન કરવા ડો.હાર્દિકભાઈ નિમ્બાર્કનું આહવાન

રાજકોટ, તા. ૯ માર્ચ: શહેરના જૂના એરપોર્ટ રોડ પર આવેલા ગીત ગુર્જરી સોસાયટી વિસ્તારમાં સનાતન સોશિયલ ગ્રુપ દ્વારા હિંદુ સંમેલનનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નિલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૨૫૦થી વધુ ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સામૂહિક હનુમાન ચાલીસાના પાઠથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને વંદે માતરમ રાષ્ટ્રગાન દ્રષ્ટિબેન અંધારીયા દ્રારા ગાઈ કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્વામી મેઘજાનંદજી, સ્વામી શ્વેતદર્શનજી, સ્વામી ઉત્તમપુરૂષજી, ડૉ. હાર્દિકભાઈ નિમ્બાર્કની મંચ પર વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
શ્રી રામકૃષ્ણ આશ્રમના સંતશ્રીસ્વામી મેઘજાનંદજીએ પોતાના આશીર્વચનમાં હિંદુ ધર્મનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજના સમયમાં હિંદુઓએ સંગઠિત થવાની અત્યંત જરૂર છે અને સમાજે એકતા સાથે આગળ વધવું જોઈએ.
તે જ રીતે અક્ષર મંદિરના સંતશ્રી
સ્વામી શ્વેતદર્શનજીએ પોતાના આશીર્વચનમાં બાળકોમાં હિંદુત્વના સંસ્કારો વિકસે તે માટે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વાલીઓને આહવાન કર્યું હતું કે બાળકોને સારા સંસ્કાર અને ચારિત્ર્યવાન બનાવવા માટે માતા-પિતાએ સજાગ પ્રયાસ કરવો જરૂરી છે, કારણ કે સારા સંસ્કારોથી જ ધર્મ અને સમાજનું રક્ષણ શક્ય બનશે.
કાર્યક્રમ દરમિયાન યુવા હિંદુ કાર્યકર ડો. હાર્દિકભાઈ નિમ્બાર્ક દ્વારા પંચ પરિવર્તન, હિંદુ સમાજની એકતા, સંસ્કૃતિ જાળવણી તથા યુવાઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત રહેનાર તમામ ભાઈઓ-બહેનોને ગુરુદ્વારા તરફથી પ્રસાદ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન એક વિશેષ પ્રસંગ પણ જોવા મળ્યો હતો. વિસ્તારમાં કાર્યરત સફાઈ કામદાર બહેનો પણ સંમેલનમાં સહભાગી બન્યા હતા. સંમેલનમાં પ્રવેશ કરતા પહેલા તેમણે પોતાના ચરણ ધોઈ પવિત્રતાથી કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે પ્રસંગ ઉપસ્થિત લોકો માટે પ્રેરણાદાયી બન્યો હતો.
આ સંમેલન દ્વારા હિંદુ સમાજમાં એકતા, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Leave a Comment