વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫  માર્ચ યોજશે
Education

હરિયાણાના સમાલખામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક ૧૩ થી ૧૫ માર્ચ યોજશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેતી બેઠક અખિલ ભારતીય પ્રતિનિધી સભા 13 થી 15 માર્ચ દરમિયાન સમાલખા સ્થિત માધવ સૃષ્ટિ પરિસરમાં યોજાશે. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં દેશભરમાંથી સંઘ તથા સંઘ પ્રેરિત સંસ્થાઓના કુલ 1487 પ્રતિનિધિઓ હાજરી આપશે. આ માહિતી સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરએ માધવ સૃષ્ટિ પરિસરમાં યોજાયેલી પ્રેસવાર્તામાં આપી. આ પ્રસંગે ઉત્તર ક્ષેત્ર સંઘચાલક પવન જિંદલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુનીલ આંબેકરે જણાવ્યું કે બેઠકનો પ્રારંભ 13 માર્ચે સવારે 9 વાગ્યે પૂજનીય સરસંઘચાલક મોહન ભાગવત તથા માનનીય સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેની ઉપસ્થિતિમાં થશે. બેઠકમાં સંઘના અખિલ ભારતીય પદાધિકારીઓ, ક્ષેત્ર-પ્રાંત સંઘચાલકો, કાર્યવાહ, પ્રચારકો તેમજ સંઘ પ્રેરિત 32 સંગઠનોના ટોચના પદાધિકારીઓ ભાગ લેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે હાલ દેશભરમાં સંઘના શતાબ્દી વર્ષના કાર્યક્રમો ચાલી રહ્યા છે. બેઠક દરમિયાન આ કાર્યક્રમોની સમીક્ષા તેમજ આગામી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. શતાબ્દી વર્ષ દરમિયાન અત્યાર સુધી દેશમાં ઘર સંપર્ક અભિયાન દ્વારા 10 કરોડથી વધુ ઘરો સુધી પહોંચવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં બાકી રહેલા પ્રાંતોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે.

બેઠકમાં સંત શિરોમણિ રવિદાસની 650મી જન્મજયંતિ વર્ષના કાર્યક્રમો અંગે પણ ચર્ચા થશે. આ કાર્યક્રમો 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ આગામી વર્ષના 20 ફેબ્રુઆરી સુધી સમગ્ર દેશમાં સમરસતાના સંદેશ સાથે આયોજિત કરવામાં આવશે.

15 માર્ચે બેઠકના અંતિમ દિવસે સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે પ્રેસવાર્તામાં બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને પ્રસ્તાવો અંગે માહિતી આપશે તેમજ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપશે. પ્રેસવાર્તામાં અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ નરેન્દ્ર ઠાકુર અને પ્રદીપ જોશી પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં દેશભરમાંથી આવેલા કાર્યકર્તાઓ પોતાના વિસ્તારોના સામાજિક અને સાંસ્કૃતિક અનુભવ શેર કરશે. આ અનુભવોના આધારે વર્તમાન સામાજિક પડકારો અને પરિસ્થિતિઓ અંગે પણ મન્થન કરવામાં આવશે.


બેઠકમાં સંઘ પ્રેરિત સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના પદાધિકારીઓ ખાસ આમંત્રિત તરીકે જોડાશે. તેમાં મુખ્યત્વે વિશ્વ હિંદુ પરિષદના આલોક કુમાર અને મિલિંદ પરાંડે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રઘુરાજ કિશોર અને આશીષ ચૌહાણ, રાષ્ટ્ર સેવિકા સમિતિની શાંતા અક્કા અને એ. સિતા તેમજ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિતિન નબીન સહિત ભારતીય ખેડૂત સંઘ અને ભારતીય મજૂર સંઘના રાષ્ટ્રીય પદાધિકારીઓનો સમાવેશ થાય છે.


બેઠકમાં સંગઠનના વિસ્તરણ પર પણ ચર્ચા થશે. છેલ્લા એક વર્ષમાં દેશભરમાં 5500થી વધુ નવી શાખાઓ શરૂ થવાની માહિતી મળી છે. ઉપરાંત સંઘ સાથે જોડાવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સતત રસ વધી રહ્યો છે. દર વર્ષે લગભગ 1.25 લાખ લોકો ‘Join RSS’ દ્વારા જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

શતાબ્દી વર્ષ દરમિયાન સંઘના તાલીમ કાર્યક્રમો પણ વિશાળ પાયે યોજાશે. આ વર્ષે દેશભરમાં 97 તાલીમ વર્ગો આયોજિત કરવામાં આવશે. સમાલખાના માધવ સૃષ્ટિ પરિસરમાં પ્રતિનિધિઓ માટે વિશેષ પ્રદર્શન પણ યોજાયું છે.

Leave a Comment