વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
જનસામાન્ય દ્વારા પરિવર્તનની પ્રક્રિયા એટલે ‘સંઘ’ : સુનીલ જી આંબેકર
Education

જનસામાન્ય દ્વારા પરિવર્તનની પ્રક્રિયા એટલે ‘સંઘ’ : સુનીલ જી આંબેકર

‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ પુસ્તકનું પુણેમાં વિમોચન

પુણે : હિંદુ સમાજની ખામીઓના સર્વાંગી ઉકેલ તરીકે ડૉ. હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. સંઘ મોટા સામાજિક પરિવર્તન માટે કાર્યરત હોવા છતાં તેની પ્રક્રિયા સ્વાભાવિક અને સામાન્ય છે. સાચા અર્થમાં જનસામાન્યના માધ્યમથી થતું પરિવર્તન એટલે સંઘ, એવું પ્રતિપાદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી આંબેકરે કર્યું હતું.

પુણેના ભારતીય વિચાર સાધના સંસ્થાના નાનાથિટે સભાગૃહમાં ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આ વાત વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં ગિરીશ પ્રભુણે, અરુણ કરમરકર, ડૉ. ગિરીશ આફળે અને કાશીનાથ દેવધર સહિત અનેક માન્યવર ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકનું લેખન દિલીપ ક્ષીરસાગર, અરુણ કરમરકર અને દિલીપ કરંબળેકરે કર્યું છે.

આંબેકરે વધુમાં જણાવ્યું કે જો ડૉ. હેડગેવારને માત્ર રાજકીય અસહમતી વ્યક્ત કરવી હોત, તો તેઓ રાજકીય પક્ષ સ્થાપી શકતા. પરંતુ તેમનો ઉદ્દેશ વ્યક્તિનિર્માણ દ્વારા આદર્શ સમાજ ઊભો કરવાનો હતો. માત્ર સારા લોકો બનાવવાથી કામ નહીં ચાલે, તેમના સંગઠન પણ જરૂરી છે, તેથી સંઘની શરૂઆત થઈ હતી.

Leave a Comment