અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીએ આજની યુવા પેઢીને આપ્યુ માર્ગદર્શન:યુવાનોએ વિવિધ વિષયો પર નિઃસંકોચ રીતે પ્રશ્નો પૂછ્યા અને વિચારો રજૂ કર્યા હતા
અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ઉપસ્થિતિમાં નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ રાજકોટ સ્થિત દર્શન યુનિવર્સિટીમાં યોજાયો હતો.
શ્રી શંકરાનંદજીએ યુવાનો સાથે ઇન્ટરેક્ટિવ અને અત્યંત પ્રેરણાદાયી સંવાદ કર્યા હતા. ત્યારબાદ યોજાયેલ મુક્ત સંવાદ ખૂબ જ રસપ્રદ અને જીવંત રહ્યો, જેમાં યુવાનોએ વિવિધ વિષયો પર નિઃસંકોચ રીતે પ્રશ્નો પૂછ્યા અને વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સ્વબોધ લેખન સ્પર્ધાના વિજેતા યુવાનોને સન્માનિત કરવામાં આવ્યા।
આ પ્રસંગે અખિલ ભારતીય સહ-વ્યવસ્થા પ્રમુખ અજય ધાકરસજી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ જયંતીભાઈ નાથાણી, દર્શન યુનિવર્સિટીના પ્રમુખ ગિરીશ ધમસાણિયા, પ્રાંત મંત્રી ડૉ. હરીશ બાંભણિયા, સહ મંત્રી ડૉ. પરેશ ડોબરિયા, જયેશ તન્ના, યુવા પ્રવૃત્તિ પ્રમુખ ડૉ. જયેન ઠાકર, વ્યવસ્થા પ્રમુખ મહાદેવજી દેત્રોજા, ઉચ્ચ શિક્ષણ પ્રવૃત્તિ પ્રમુખ ડૉ. સંજય ભાયાણી, શિક્ષક શિક્ષણ પ્રવૃત્તિ પ્રમુખ ડૉ. દીપ્તિબેન કુન્ડલ, પ્રકાશન પ્રમુખ જગદીશ બિશ્નોઈ, પ્રાંત સહ-સંપર્ક પ્રમુખ ભાવિન ભટ્ટ તથા સહ વ્યવસ્થા પ્રમુખ ડૉ. નિર્મલસિંહ હેરમા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.