વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ
Business

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

રાજકોટમાં ભારતિય શિક્ષણ મંડલ દ્વારા વિશિષ્ટ જન સંગોષ્ઠી યોજાઈ

અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોના સાથે ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ભારતની અંતર્નિહિત ક્ષમતાઓ વગેરે મુદ્દાઓ પર કરાઈ ચર્ચાઓ

રાજકોટ: ભારતિય શિક્ષણ મંડળના અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીના સૌરાષ્ટ્ર પ્રાંત પ્રવાસ દરમિયાન રાજકોટમાં એક વિશિષ્ટ જન સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સહકાર ક્ષેત્રની સૌરાષ્ટ્રની અગ્રણી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકના મુખ્યાલય ખાતે યોજાયો હતો.
આ સંગોષ્ઠીમાં સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, સફળ એન્ટરપ્રિન્યોર્સ તેમજ વિદ્વાનજનોની સક્રિય ઉપસ્થિતિ રહી, જેમાં ભારતીય શિક્ષણના વિવિધ આયામો પર ઊંડો અને અર્થપૂર્ણ સંવાદ યોજાયા.
અખિલ ભારતીય સંગઠન મંત્રી શંકરાનંદજીએ પોતાના ઉદ્બોધનમાં વિકસિત ભારતના નિર્માણમાં ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ ભારતની અંતર્નિહિત ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો, ત્યારબાદ ઉપસ્થિત વિદ્વાનો સાથે વિસ્તૃત અને પ્રેરણાદાયી ચર્ચા યોજાઈ.
આ પ્રસંગે અખિલ ભારતીય સહ-વ્યવસ્થા પ્રમુખ અજય ધાકરસજીની ઉપસ્થિતિ રહયા હતા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના વ્યવસથા પ્રમુખ મહાદેવભાઈ દેત્રોજા, પ્રાંત મંત્રી ડૉ. હરીશ બાંભણિયા અને ઉપાધ્યક્ષ ડૉ. રમેશ કોઠારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment