વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, NMO અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 120 નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ — 5500થી વધુ લોકોએ લીધો લાભ
Health

ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, NMO અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 120 નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ — 5500થી વધુ લોકોએ લીધો લાભ

ડો. આંબેડકરજી ના જન્મદિવસની અનોખી સેવામય ઉજવણી, રાજકોટમાં 120 નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયા, 5500 લોકોની સારવાર

- સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ( NMO) તથા વિશ્વ હિન્દુ પરિષદનું સફળ આયોજન

રાજકોટ: લોક નાયક, સમાજ સુધારક ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે રાજકોટ શહેરના પાંચ ઝોન હેઠળ કુલ 120 નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પો યોજાયા હતા. આ કેમ્પોમાં કુલ 5500 લોકોના આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પોમાં 120થી વધુ ડોક્ટરો, 120 જેટલા મેડીકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા 500થી વધુ સેવાભાવી કાર્યકર્તાઓએ નિષ્ઠાપૂર્વક સેવા આપી કેમ્પોને સફળ બનાવ્યા હતા. સેવાભારતી, ડૉ. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન ( NMO) તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ સેવા વસાહતોમાં નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પો યોજાયા હતા, જેના ભાગરૂપે રાજકોટમાં પણ આ આયોજન કરવામાં આવ્યું હતું.

ડૉ. આંબેડકરજી ભારતના મહાન વિચારક, સમાજ સુધારક અને બંધારણના મુખ્ય રચયિતા હતા. તેમણે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય માટે આખું જીવન સમર્પિત કર્યું. તેમણે પીડિત વર્ગોના અધિકારો માટે સતત સંઘર્ષ કર્યો અને શિક્ષણને મુક્તિનું સાધન ગણાવ્યું. સેવા તેમના જીવનનો મુખ્ય ધ્યેય હતો, જેમાં તેમણે સમાજમાં ભેદભાવ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તેમના વિચારો આજે પણ આપણને માનવતા, સમાનતા અને સેવા ભાવના તરફ પ્રેરણા આપે છે.


નટરાજ વિસ્તાર (ઝોન):
નટરાજ વિસ્તારમાં લોધા સમાજની વાડી, 12 વિજય પ્લોટ, ગોડાઉન રોડ, ઉદ્યોગનગર કોલોની, ખોડિયાર ચોક, ગોંડલ રોડ, શ્રી સોરઠિયા દરજી સમાજની વાડી, બ્રહ્મસમાજ ચોક, એચ.એન. શુક્લા કોલેજ, વૈશાલી નગર, આંગણવાડી, ગૌતમ નગર, આવાસ યોજના, હિંગળાજનગર, ભીમરાવ પ્રાથમિક શાળા, વામ્બે આવાસ યોજના સહિત કુલ 26 સ્થળોએ કેમ્પ યોજાયા હતા.

વર્ધમાન વિસ્તાર (ઝોન):
બેડીનાકા મોચી બજાર, શ્રદ્ધાનંદ વાલ્મિકી વિસ્તાર, દિવાનપરા, વોર્ડ ઓફિસ પાસે, હાથીખાના, કેવડાવાડી, નકલંક નગર, ભક્તિનગર, કોઠારિયા કોલોની સહિત કુલ 15 સ્થળોએ કેમ્પ યોજાયા હતા.

મારુતિ વિસ્તાર (ઝોન):
માધાપર ગામ, રાધેશ્યામ ગૌશાળા, રામાપીર ચોકડી, ગાંધીગ્રામ, ભારતીનગર, બજરંગ વાડી, પોપટપરા, રેલનગર સહિત કુલ 22 સ્થળોએ કેમ્પ યોજાયા હતા.

લક્ષ્મી વિસ્તાર (ઝોન):
લોધેશ્વર સેવા વસાહત, એકતાનગર, ગોકુલધામ, નહેરુનગર, ચામુંડા નગર, ભીમ નગર, ગંગા વસાહત સહિત કુલ 29 સ્થળોએ કેમ્પ યોજાયા હતા.

રણછોડ વિસ્તાર (ઝોન):
આઝાદ હનુમાન મંદિર, પાંજરાપોળ, લાલપરી, ડૉ. આંબેડકર હોલ, ભગવતીપરા, નવાગામ, બેડી ગામ, રતનપર, કુવાડવા સહિત વિવિધ 28 સ્થળોએ કેમ્પ યોજાયા હતા.

Leave a Comment