રાજકોટ મહાનગર ખાતે સામાજિક સમરસતા મંચ દ્વારા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિતે ગૌરવભેર અને શ્રદ્ધાસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વર્ધમાન, લક્ષ્મી, નટરાજ, મારુતિ તેમજ રણછોડ વિસ્તારોમાં સ્થિત વિવિધ સ્થળોએ પ્રતિમા પર માલ્યાર્પણ કરીને બાબાસાહેબના અવિસ્મરણીય યોગદાનને નમન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ ડૉ. આંબેડકરના વિચારોને આત્મસાત કરીને સમાજમાં સમરસતા, સમાનતા અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવવિભોર અને પ્રેરણાદાયી વાતાવરણ નિર્માણ પામ્યું હતું, જેમાં શહેરના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા.