મોરબી જિલ્લો
બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી ગુજરાત તેમજ ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ–મોરબી શાખા દ્વારા જિલ્લામાં કુલ ૧૧ સ્થળોએ મેડિકલ અને હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પોમાં મોરબી શહેર વિસ્તારના ૫ સ્થળો ઉપરાંત ટંકારા શહેર તથા માળિયા તાલુકાના આમરણ, બેલા (આમરણ), ફડસર, સોલંકી નગર અને ઉંટબેટ સહિત કુલ ૧૧ સ્થળોને આવરી લેવામાં આવ્યા હતા.
કેમ્પ દરમિયાન કુલ ૪૫૬ દર્દીઓને એલોપેથિક દવાઓ સાથે નિદાન આપવામાં આવ્યું હતું, જ્યારે ૩૦૦ જેટલા દર્દીઓને હોમિયોપેથિક દવાઓ અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવા માટે સેવાભારતીના ૪૪ કાર્યકરો, NMO (નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન)ના ૬૮ ડોક્ટરો, ભારત વિકાસ પરિષદના ૬ સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદના ૧૪ કાર્યકરો, સિમજાગરણના ૭ કાર્યકરો તેમજ આર્યતેજ હોમિયોપેથિક મેડિકલ કોલેજના ૨૦ ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ સેવા પ્રવૃત્તિ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ અને માનવ સેવા માટેનો સારો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.