વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર
RSSના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતના સૌરાષ્ટ્ર પ્રવાસની સ્મૃતિઓને જીવંત કરતી સ્મરણિકા પત્રીકાનું વિમોચન    •    સૌરાષ્ટ્રમાં પ્રેસ વાર્તામાં સંઘકાર્યની વૃદ્ધિ અંગે માહિતી : દેશમાં ૫,૮૨૦ નવી શાખાઓનો વધારો    •   
સુરતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ અને ઘોષ વર્ગનો ભવ્ય પ્રારંભ : વ્યક્તિનિર્માણથી સમાજ જાગરણ સુધીનું સંસ્કારમય પ્રશિક્ષણ
Education

સુરતમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રવેશ શિક્ષા વર્ગ અને ઘોષ વર્ગનો ભવ્ય પ્રારંભ : વ્યક્તિનિર્માણથી સમાજ જાગરણ સુધીનું સંસ્કારમય પ્રશિક્ષણ

સુરત, તા. 9 મે 2026
રાષ્ટ્ર સેવિકા સમિતિ ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત પ્રવેશ શિક્ષા વર્ગ તથા ઘોષ વર્ગનો શુભ પ્રારંભ સુરત સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. ગુજરાત પ્રાંતના 11 વિભાગોમાંથી આવેલી 79 શિક્ષાર્થી બહેનો અને 23 શિક્ષિકાઓએ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વર્ગ દરમિયાન શિક્ષાર્થીઓને સમિતિ કાર્યના વિસ્તરણ, કાર્યના દૃઢીકરણ તેમજ સમાજ જાગરણના હેતુસર વિવિધ પ્રકારના શારીરિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ આપવામાં આવશે. સાથે જ દૈનિક જીવનમાં સમયનું મહત્વ, સ્વચ્છતા, પંચ પરિવર્તન અને વ્યક્તિત્વ વિકાસ જેવા પાયાના વિષયો પર પણ માર્ગદર્શન આપવામાં આવશે.
ઘોષ વર્ગમાં એકસુરતા, શિસ્ત અને સંકલન સાથે ઘોષવાદનનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવશે. વર્ગ દરમિયાન વંદનીય પ્રમુખ સંચાલિકા માનનીય શાંતાક્કાજી, અખિલ ભારતીય સેવા પ્રમુખ માનનીય સંધ્યાબેન ટીપરે, ક્ષેત્ર સંચાલિકા મંજુલાબેન પટેલ, ક્ષેત્ર કાર્યવાહિકા રાજશ્રીબેન જાની, પ્રાંત કાર્યવાહિકા નીતાબેન પ્રજાપતિ તથા પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારીનું માર્ગદર્શન અને પાથેય શિક્ષાર્થીઓને પ્રાપ્ત થશે.
પ્રવેશ શિક્ષા વર્ગનો ઉદ્ઘાટન સમારોહ પૂર્વ ડેપ્યુટી મેયર માનનીય સુષ્માબેન અગ્રવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વર્ગના સર્વાધિકારી વૈશાલીબેન બાપટ, વર્ગ કાર્યવાહિકા સરોજબેન તોદી તેમજ પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સુષ્માબેન અગ્રવાલે જણાવ્યું હતું કે,

“સંપૂર્ણ વિશ્વ આપણો પરિવાર છે. ‘વસુધૈવ કુટુંબકમ્’નો વિચાર ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. કોઈપણ સંઘર્ષ કે પડકાર સામે આત્મવિશ્વાસ અને માનસિક સક્ષમતા સાથે ઉભા રહેવાનું શિક્ષણ આવા વર્ગોમાંથી પ્રાપ્ત થાય છે.”

પ્રાંત સહ કાર્યવાહિકા જ્યોતિબેન ભંડારીએ શિક્ષાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે,

“સમાજ જાગરણના હેતુથી વ્યક્તિનિર્માણનું કાર્ય કરવાનું છે. સુઈ રહેલાને જગાડી શકાય, પરંતુ જાગૃત અને શિક્ષિત નાગરિકોમાં પણ રાષ્ટ્રીય ચેતના માટે કાર્ય કરવાની આવશ્યકતા છે.”

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર સેવિકા સમિતિનો આ પ્રવેશ શિક્ષા વર્ગ 9 મે થી 24 મે સુધી ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં યોજાશે અને 24 મેના રોજ સમાપન સમારોહ યોજાશે.

Leave a Comment